મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ: મોરબીમાં બે બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE

















વાંકાનેર તાલુકામાં કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવામા આવેલ છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરીકામ કરતા મહિલાએ સૂરજ રામભરોસા રાજભર રહે. વોર્ડ નં-૮ દક્ષિણી ટોલા રેવતી જિલ્લો બલિયા ઉત્તર પ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તમે જણાવ્યું છે કે તેઓની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને આરોપી અપહરણ કરી ગયેલ છે જેથી કરીને સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

બે  બોટલ દારૂ

મોરબી શહેરના આલાપ રોડ ઉપર આલાપ સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા (૨૬) રહે. લીલાપર રોડ ખડીયાવાસ મોરબી અને અરવિંદભાઈ દાદુભાઇ બાટી (૩૦) રહે વજેપર શેરી નં-૪ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિજવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News