મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નેકનામ રોડે બોલેરોના ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE

















 ટંકારાના મિતાણા નેકનામ રોડે બોલેરોના ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત: ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપરથી યુવાન કરિયાણાનો સામાન લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણી બોલેરો ગાડીના ચાલકે તતેને હડફેટે લેતા તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી. અને તે યુવાનનું મોત નિપજયુ હતું જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પત્નીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ગામે અજયભાઈ ભાગીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા ઈલાબેન સુરપાલભાઈ નાયક (૩૫) નામની મહિલાએ અજાણ્યા બોલેરો ગાડીના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓના પતિ સુરપાલભાઈ ભાવસિંગભાઈ નાયક મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ દરગાહથી આગળના ભાગમાં ચાલીને કરિયાણાનો સામાન લેવા માટે જતા હતા ત્યારે અજાણી બોલેરો ગાડીને ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં સુરપાલભાઈને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલાક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. જેથી કરીને હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનની પત્ની દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

બાઈક સ્લીપ 

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો અશ્વિનભાઈ ગોકળભાઈ ધરોડીયા (૪૯) નામનો યુવાન ટીંબડી ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમા ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારી

મોરબી તાલુકાના ઊંચી માડલ ગામ પાસે સેલોન સીરામીકમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રામપ્રસાદ અશોકભાઈ વર્મા (૨૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસેને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતી મહિલાએ દરબારગઢ પાસે આવેલ ઝુલતા પુલની ટિકિટ બારી નજીકથી ઉપરથી નીચે કૂદકો માર્યો હતો જેથી કરીને તેને ઈજા થઇ હોવાથી તે મહિલા અફસાનાબેન ગુલામહુસેનભા (૨૯) રહે. સિપાઈવાસ વાળાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News