જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં યમુના નગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર પકડાયા


SHARE













મોરબીમાં યમુના નગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર પકડાયા

મોરબીના યમુનાગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 20,570 ની રોકડ કબજે કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુના નગર શેરી નંબર ત્રણમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (30) રહે ત્રાજપર અંજુબેન જશુભાઈ ગોસ્વામી (30) રહે. રાધા પાર્ક વાવડી રોડ, જયશ્રીબેન દિલીપભાઈ સારલા (35) રહે યમુના નગર અને કાંતાબેન ઉર્ફે ખુશીબેન ઈશાભાઈ વકાલીયા (49) રહે યમુના નગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 20,570 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મુન્નાબેન મહેમુદભાઈ ખલીફા (50) નામની મહિલાને તેના પતિએ ઘરે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જે બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના માથક ગામે રહેતો હાર્દિક ઝાલાભાઇ સરૈયા (18) નામનો યુવાન મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે ત્યાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેને ઈજા થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News