વાંકાનેરનાં પુસ્તક પરબમાં નવા પુસ્તકોની ખરીદી માટે રૂા.15 હજારનું દાન
SHARE
વાંકાનેરનાં પુસ્તક પરબમાં નવા પુસ્તકોની ખરીદી માટે રૂા.15 હજારનું દાન
વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા નિ:શુલ્ક પુસ્તક પરબ વર્ષ- 2018 થી ચાલી રહ્યું છે. જેનો લાભ સમગ્ર તાલુકાના લોકોને મળી રહ્યો છે.
પુસ્તક પરબમાં નવા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે વિવિધ દાતાઓ તરફથી રોકડ રકમ સ્વરૂપે કુલ 15000 રૂપિયાનું દાન મળ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા તરફથી 2500 રૂપિયા, ડોકટર બાદી તરફથી 2500 રૂપિયા, અમીતભાઈ દેલવાડીયા તરફથી 2500 રૂપિયા તેમજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગીરી ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડો. ડાહ્યાલાલ પરબતાણી તરફથી 7500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. આમ પુસ્તક પરબ વાંકાનેરને કુલ 15000 રૂપિયાનું દાન મળેલ છે.
આ તમામ રૂપિયા બાળ સાહિત્યના પુસ્તકો ખરીદવા માટે પુસ્તક પરબને દાન મળેલ છે. દાન બદલ સર્વદાતાઓનો પુસ્તક પરબની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફલેઈસ ગ્રેનિટો મોરબી તરફથી પુસ્તક પરબની ટીમના તમામ સભ્યોને ટી-શર્ટ ભેટમાં આપેલ છે.
આ કાર્ય પુસ્તક પરબની ટીમ જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડો. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિ:શુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે.