વાંકાનેરનાં પુસ્તક પરબમાં નવા પુસ્તકોની ખરીદી માટે રૂા.15 હજારનું દાન
ગુજરાતમાં ન્યાય યાત્રા યોજીને ભાજપના ભય મુક્ત ભ્રષ્ટાચારનો ઘડો ભરાશે જે ગાંધીનગરમાં ફોડીશું: જીજ્ઞેશભાઈ મેવાણી
SHARE
ગુજરાતમાં ન્યાય યાત્રા યોજીને ભાજપના ભય મુક્ત ભ્રષ્ટાચારનો ઘડો ભરાશે જે ગાંધીનગરમાં ફોડીશું: જીજ્ઞેશભાઈ મેવાણી
ગુજરાત ન્યાય યાત્રાનો આગામી 9 ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે ત્યાર પાસે આજે મોરબીના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ઝુલતાપુલ, હરણી, ગેમઝોન વિગેરે ઘટનાઓમાં દોષીતોને સજા અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાતમાં 300 કિલો મીટર ફરીને 22 કે 23 ઓગસ્ટે ગાંધીનગરમાં પહોચશે અને ત્યાં ભાજપના પાપનો ઘડો ફોડવામાં આવશે.
આજે મોરબીમાં ગુજરાત ન્યાય યાત્રાને લઈને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણીની પત્રકાર પરિષદ મોરબીના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયના માજી ચેરમેન અમુભાઈ હુંબલ અને કોંગ્રેસનાં આગેવાન જીવણભાઇ કુંભારવાડીયા સહિતના આગ્રણીઓ તેમજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારના લોકો ત્યાં હાજર હયા હતા ત્યારે જીજ્ઞેશભાઈ મેવાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, “ઝુલતાપુલ, હરણી, ગેમઝોન, તક્ષશિલા સહિતની ઘટનાઓમાં અઢીસો જેટલા લોકોના મોત ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં થયેલ છે તો પણ સરકારના પેટનું પાણી હલતું નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ઘટના બને એટ્લે સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવે છે પરંતુ દોષિતોમાં ભાજપના મળતીયાઓ અને અધિકારીઓ હોય છે તેને છાવરવામાં આવતા હોય છે. અને નાની માછલીઓને પકડવામાં આવે છે જો કે, ગુજરાતમાં જે ભાજપનો ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં પરીવર્તન લાવવા માટે જે કોઈ પણ દોષિત છે તેને સજા કરીને જેલના સળિયાની પાછળ નાખવામાં આવે અને મૃતકોના પરિવારને દોઢથી બે કરોડનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાતમાં આગામી 9 ઓગસ્ટથી ગુજરાત ન્યાય યાત્રાનો મોરબીથી સવારે નવ વાગ્યે પ્રારંભ કરવામાં આવશે.
આ ગુજરાત ન્યાય યાત્રામાં કોણ કોણ જોડાશે તે પત્રકારો દ્વારા પુછવામાં આવતા ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસનાં સાંસદો, ધારાસભ્યોએ સહિતના કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ પોતાના અનુકૂળ સમયે ગુજરાતનાં જુદાજુદા સેન્ટર ઉપર ગુજરાત ન્યાય યાત્રામાં જોડાશે. જો કે, ત્યારે પહેલા મોરબીના લોકોને આ ઘટના સંદર્ભે જાગૃત કરવા માટે અને વધુમાં વધુ લોકો ન્યાય યાત્રામાં જોડાય તે માટે ખાસ ઝુંબેશના ભાગ રૂપે શહેરના દરેક વિસ્તારમાં જિજ્ઞેશભાઈ મેવાણી સ્થાનિક કોંગ્રેસનાં પ્રમુખ સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને ભોગ બનેલા પરિવારોને સાથે રાખીને જવાના છે.
ઝૂલતા પુલ કેસ સીબીઆઇને સોપીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલવો: વસંતભાઇ પરમાર
મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની તેને પોણા બે વર્ષ જેટલો સેમી થઈ ગયેલ છે તો પણ આજની તારીખે આરોપીઓને સજા કરવામાં આવી નથી ત્યારે ગુજરાત ન્યાય યાત્રાનું કોંગ્રેસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઝૂલતા પુલ ઘટનાના ભોગ બનેલા પરિવાર પણ જોડાવાના છે ત્યારે આ ઘટનામાં પરિવારના સભ્યને ગુમાવનાર વસંતભાઇ પરમારે જણાવ્યુ હતું કે, તેઓને આજ સુધી ન્યાય મળેલ નથી. આરોપી કોણ છે? તે હજુ સુધી સ્પષ્ટ થયેલ નથી. ત્યારે આ કેસમાં 302 ની કલમનો ઉમેરો કરવામાં આવે અને ભોગ બનેલા પરિવારોને દોઢથી બે કરોડ સુધીનું વળતર આપવામાં આવે, ઝૂલતા પુલ કેસ સીબીઆઇને સોપવામાં આવે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભાજપના પાપનો ઘડો ભરવા માટે લોકોને પાલભાઈ આંબલીયાનું આહ્વાન
ગુજરાતમાં ભાજપના શાસનથી લોકો હેરાન પરેશાન છે. ત્યારે ખેડૂતો, ઉદ્યોગકારો, યુવાનો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો ત્રાહિમામાં છે. અને ભાજપના ભય મુક્ત ભ્રષ્ટાચારના લીધે લોકોને જીવ ગુમાવવા પડે તેવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. રાજકોટની ઘટના માટે ચાર કમિટીની રચના કરવામાં આવી છે જો કે, એક પણ કમિટીએ અધિકારી કે પદાધિકારીનું નામ લીધેલ નથી. ત્યારે ગુજરાતનાં લોકો ભાજપના ભય મુક્ત ભ્રષ્ટાચારનો ભોગ ન બને તે માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ યાત્રામાં એક ઘડો રાખવામા આવશે જેમાં લોકોને તેની સમસ્યા અને સરકારે કરેલ અન્યાયની કાચી ચિઠ્ઠી લખીને નાખવા માટે આહ્વાન કર્યું છે અને તે ઘડાને ગાંધીનગર સુધી લઈ જઈને ત્યાં ભાજપના પાપનો ઘડો ફોડવામાં આવશે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના પ્રમુખ સહિતના સામે કાર્યવાહી કરો: જીજ્ઞેશભાઈ મેવાણી
મોરબીમાં ઝઝુલતો પુલ તૂટી પડ્યો પછી પાલિકાના ઓફિસરને સસ્પેન્ડ કરલે છે, પાલિકાને સુપરસીડ કરવામાં આવી છે તેનો મતલબ એવો છે કે તે લોકો દોષિત હતા તો તેની સામે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે આરોપી તરીકે તેના નામ કેમ લેવામાં આવેલ નથી તેવા સવાલ સાથે જીજ્ઞેશભાઈ મેવાણીએ કહ્યું હતું કે, આ પાલિકાના તે સમયના અધિકારી અને ભાજપના પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે અને તેને પણ જેલના સળિયાની પાછળ નાખવામાં આવે તેવી તેમણે માંગ કરી છે.