રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે કારખાનાની કીલનના થર્મોકપલમાં રહેલ પ્લેટીનીયમ તારની ચોરી


SHARE









વાંકાનેરના લાકડધાર પાસે કારખાનાની કીલનના થર્મોકપલમાં રહેલ પ્લેટીનીયમ તારની ચોરી

વાંકાનેર તાલુકાના લાકડધાર નજીક આવેલ સીરામીક કારખાનામાં કીલનના થર્મોકપલમાં રહેલ પ્લેટીનીયમ તારની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 93,500 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હાલમાં કારખાનેદારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા રાજુભાઈ હીરાભાઈ માલકીયા જાતે કોળી (51)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, લાકડધાર ગામ નજીક આવેલ ગ્રીન સ્ટોલ ગ્રેનાટો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાંથી કિલન નં-2 ના થર્મોકપલમાં રહેલ પ્લેટીનીયમના તારની ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને 93,500 ની કિંમતના પ્લેટીનીયમના તાર ચોરી ગયા હોવાની હાલમાં ભોગ બનેલા કારખાનેદારે વાંકાનેર તાલુક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 એક બોટલ દારૂ

હળવદ તાલુકાના જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થયેલા શખ્સનાં બાઇક નંબર જીજે 13 એન 6166 ને રોકીને પોલીસ દ્વારા તે શખ્સને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા બાઇક મળીને 10,300 ની કિંમત તો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આરોપી સન્નીભાઈ ઉર્ફે પુષ્પરાજ તુલસીભાઈ ચૌહાણ (19) રહે. જુના ઢવાણા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News