વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના અમરનગર ગામની સીમ આવેલ કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કોલોનીમાં રહેતો યુવાન ક્વાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભચાઉ તાલુકાના સમાખીયાળીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ ઓમ શિવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો દશરથભાઈ બાબુભાઈ કોળી જાતે ઠાકોર (18) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટરની અંદર હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેને લૂંગી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેથી આ બનાવની જયેશભાઈ ઇશ્વરભાઇ આદ્રોજા જાતે પટેલ (40) રહે. રવાપર રોડ ઉમિયા ચોક અક્ષરધામ એપાર્ટમેન્ટ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જેથી તાલુકા પોલીસે આપઘાતના બનાવવાની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબી નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જયાબેન ધીરુભાઈ બાવાજી (40) નામની મહિલા ઘરે હતી ત્યારે ઘરવાળાએ તેને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારતા ઈજા થઈ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે.






Latest News