રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પહેલા માળની સીડી ઉપરથી નીચે પડતાં માસૂમ બાળકનું મોત


SHARE









મોરબીમાં પહેલા માળની સીડી ઉપરથી નીચે પડતાં માસૂમ બાળકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પહેલા માળની સીડી ઉપરથી આઠ વર્ષનો બાળક નીચે પટકાતા તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને બાળકના પિતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ઇમ્પીરીયલ સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભગવાનભાઈ માલવીયાનો આઠ વર્ષનો દીકરો સીબુ ભગવાનભાઈ માલવીયા લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં પહેલા માળની સીડી ઉપરથી કોઈપણ કારણોસર તે પડી જતા તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકનું મોત નીપજયું હતું. અને ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ.ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા શામજીભાઈ સનાભાઇ ચૌહાણ (35) નામના યુવાનને જેતપર રોડ ઉપર આવેલ વિવેન્ટા સિરામિક કારખાના સામે રોડ ઉપર ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.




Latest News