રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ગુજરાત ન્યાય યાત્રામાં મોરબીના લોકોને જોડવા માટે જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોનો ડોર ટુ ડોર પ્રચાર


SHARE









ગુજરાત ન્યાય યાત્રામાં મોરબીના લોકોને જોડવા માટે જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોનો ડોર ટુ ડોર પ્રચાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગર ધારાસભ્યના આગેવાની હેઠળ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજવાની છે અને તેનો પ્રારંભ મોરબીની થવાનો છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબીમાં દુકાને દુકાને અને શેરીએ શેરીએ જઈને લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા માટે અને ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવો માટે મદદ કરવા અપીલ કરી હતી. 

મોરબીમાં તા 30-10-2022 ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં કુલ મળીને 135 લોકોના મોત નીપજ્યા હતા આ ઘટનાને પોણા બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આવી જ રીતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બનેલી ગોજારી ઘટનાઓમાં સીટની રચના કરવામાં આવી હતી તેમ છતાં પણ આજની તારીખે હજુ સુધી ભોગ બનેલા પરિવારોને ન્યાય મળ્યો નથી અને દોષિતોને સજા કરવામાં આવી નથી. ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તેમજ દોઢથી બે કરોડ જેટલું વળતર મળે અને દોષિતોને સજા થાય તે માટે આગામી તા. 9 ઓગસ્ટ થી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કિસાન કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થવાની છે.

આ ન્યાય યાત્રામાં મોરબીના લોકો વધુમાં વધુ જોડાય તે માટે થઈને આજે મોરબીના દરબાર ગઢ ચોકથી લઈને જુના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવા માટે થઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મનોજભાઇ પનારા, રાજેશભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટે સહયોગ આપવા માટે મોરબી શહેર અને જિલ્લાના લોકોને સહકાર આપવા માટે આહવાન કર્યું હતું.




Latest News