હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લજાઈ ગામે મહિલાઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ વિશે સેમિનાર યોજાયો


SHARE









મોરબીમાં લજાઈ ગામે મહિલાઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ વિશે સેમિનાર યોજાયો

૬ ઓગસ્ટના રોજ ‘નારીવંદન ઉત્સવ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સોનમ ક્લોક કંપની, લજાઈ ખાતે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી છાયાબેન માંડવીયાના અધ્યક્ષસ્થાને ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી દ્વારા કંપનીમાં કામ કરતાં મહિલા કર્મચારીઓએ પોતાની આસપાસમાં કામ કરતી બહેનોને સહકાર આપવા તથા મહિલા અને બાળ કચેરી દ્વારા અમલીત યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી. સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગના ડો. પ્રજ્ઞાબેન સુરાણી દ્વારા ઉપસ્થિત મહિલા કર્મચારી બહેનોને માનસીક સ્વાસ્થ્ય તેમજ પારિવારીક અને કામકાજ વચ્ચે સંતુલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના હરીફાઈના યુગમાં એકબીજાને મદદરૂપ થઇને કાર્યભારણ ઓછો કરવા તેમજ પોતાનું માનસીક અને શારીરીક સ્વાસ્થ્ય સારૂ રાખવા એક્સરસાઈઝ અને મેડીટેશન કરવા માર્ગદર્શન આપ્યું હતું. DHEW- મોરબીના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટરશ્રી મયૂરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત મહિલા કર્મચારી બહેનોને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ કાયદા અન્વયે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં DHEWના કર્મચારી જેન્ડર સ્પેશ્યાલિસ્ટશ્રી નિખીલભાઈ ગોસાઇ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News