મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ગુડ બાય, જિંદગી બાય બાય: મોરબીના વેપારીએ તેના ભાઈને વહેલી સવારે મેસેજ કરીને પત્ની અને પુત્ર સાથે અંતિમ પગલું ભર્યું


SHARE













ગુડ બાય, જિંદગી બાય બાય: મોરબીના વેપારીએ તેના ભાઈને વહેલી સવારે મેસેજ કરીને પત્ની અને પુત્ર સાથે અંતિમ પગલું ભર્યું

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં અંદર રહેતા વેપારી ગઇકાલે વહેલી સવારે તેના ભાઈ કે જેની સાથે વર્ષોથી અબોલ હતા તેને એક મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે “ગુડ બાય, જિંદગી બાય બાય” ત્યાર બાદ વહેલી સવારે વેપારીએ તેના પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને વેપારીના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં વેપારીએ તેમના જીવનની અંગત તકલીફોથી કંટાળીને આત્મહત્યા કરેલ છે તેવું લખ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળે છે જો કે, મળેલ સુસાઇટ નોટના હેડરાઇટિંગ મેચ કરશે તેમજ એફએસએલમાં મુકલાવવામાં આવશે અને ઘરમાંથી મળી આવેલ ત્રણ મોબાઈલ ફોનની પણ પોલીસ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવી રહી છે.

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (56), તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (54) અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (19)એ પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને મોરબીમાં આ સમાચાર સામે આવતાની સાથે જ ચકચાર મચી ગયેલ હતી. અને એસપી રાહુલ ત્રિપાઠી, પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ અને પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને ત્રણેય મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પોલીસ  દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક હરેશભાઈએ આપઘાતનું અંતિમ પગલું ભરતા તેના ભાઈ પંકજભાઈને ગઇકાલે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં એક મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, “ગુડ બાય, જિંદગી બાય બાય” જો કે, વહેલી સવારે આ મેસેજ પંકજભાઈ ઘરે સૂતા હોવાથી તેને ધ્યાને આવ્યો ન હતો અને ત્યાર બાદ સવારે ઊઠીને જ્યારે તેના ધ્યાને આ મેસેજ આવ્યો હતો પરંતુ પંકજભાઈ અને હરેશભાઈને વર્ષોથી અબોલા હતા જેથી કરીને પંકજભાઈ તેના ઘરે ગયા ન હતા અને તેને પોતાના કૌટુંબિક ભાઈને હરેશભાઈના ઘરે મોકલ્યો હતો અને તેને ઘરે જઈને દરવાજો ખોલતા ફેલ્ટના હોલમાં દીકરા હર્ષની ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ લટકી રહી હતી અને કિચનમાં હરેશભાઈની ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ લટકી રહી હતી. જેથી કરીને વર્ષબેનના બહેન ગામમાં જ રહેતા હોવાથી તેને આ બનાવની જાણ કરી હતી. જેથી તે ત્યાં આવ્યા હતા.

ત્યાર બાદ આ બનાવની મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાને દોડી ગયા હતા અને હરેશભાઈ, તેના પત્ની વર્ષાબેન અને દીકરા હર્ષના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, એક જ ઘરમાં એકી સાથે ત્રણ વ્યક્તિએ ત્રણ જુદીજુદી જગ્યાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેમાં પતિએ કિચનમાં, પત્નીએ બેડરૂમમાં અને દીકરાએ હૉલમાં ગળાફાંસો ખાધો હતો. જેથી ત્રણેય વ્યક્તિએ એક સાથે આત્મહત્યા કરી કે પછી એક બીજાની મદદ કરી હતી કે પછી બે વ્યક્તિને મારીને પછી વેપારીએ આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.

હાલમાં પોલીસે ઘરમાંથી તેના મોબાઈલ ફોન કબજે કરેલ છે જેની કોલ ડિટેલ મેળવવામાં આવશે અને મૃતક વેપારીએ જે રીતે તેના ભાઈ કે જેની સાથે વર્ષોથી અબોલા હતા તેને મેસેજ કર્યો હતો તેવી રીતે બીજા કોઈને મેસેજ કર્યો હતો કે કેમ તે દિશામાં પણ પણ પોલીસ તપાસ કરી રહી છે. આટલું જ નહીં જે સુસાઇટ નોટ ઘરમાંથી મળી આવેલ છે તે કોના દ્વારા લખવામાં આવેલ છે તે ચેક કરવા માટે હેંડરાઇટિંગ મેચ કરવામાં આવશે તેમજ સુસાઇટ નોટને એફએસએલમાં મોકલાવવામાં આવશે તેવું જાણવા મળેલ છે આજે સવારે આઠ વાગ્યે મોરબીના શનાળા રોડે રહેતા મૃતક હરેશભાઈ કાનાબારના ભાઈ પંકજભાઈ કાનાબાર કે જેની સાથે તેને વર્ષોથી અબોલા હતા અને અંતિમ પગલું ભરતા પહેલા જેને હરેશભાઈએ મેસેજ કર્યો હતો. તેના ઘરેથી ત્રણેયની અંતિમ યાત્રા એકીસાથે નીકળી હતી ત્યારે ભલભલાની આંખમાંથી આસું સારી ગયા હતા.

શું લખ્યું છે હરેશભાઈની સુસાઇટ નોટમાં

પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે ઘરમાં વેપારીએ તેના પરિવારના બે સભ્યોની સાથે આપઘાત કરેલ હતો ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે જેમાં હરેશભાઈ કાનાબારનું નામ લેખલ છે અને લખ્યું છે કે, “હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર અમારા જીવનની અંગત તકલીફોથી કંટાળી ગયેલ છીએ. અને તા 5/8/24 ને સોમવારે આત્મહત્યા કરીએ છીએ. આના માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી. અમે અમારા જીવનની તકલીફોથી કંટાળીને આ કરીએ છીએ. અમારા મૃત્યુ પછી કોઈએ રડવું નહીં, કોઈએ શોક રાખવો નથી.” વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક હરેશભાઈ કાનાબારના પિતા વર્ષ 1986 માં મોરબી પાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેનું મોરબીના લોહાણા સમાજ અને જનસંઘમાં પણ બહુજ મોટું નામ હતું. જો કે, હાલમાં હરેશભાઈએ જે પગલું તેના પત્ની અને દીકરાની સાથે ભરેલ છે તેના પાછળ કોઈ બીજું કારણ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

 

બેસણું મોરબી
સ્વ.ઠા.દેવચંદભાઈ મોહનલાલ કાનાબારના પુત્ર તેમજ પંકજભાઈ અને મેહુલભાઈ ના ભાઈ તેમજ સ્વ. વનેચંદભાઈ ગંગારામભાઈ સોમૈયા ના જમાઈ તે હરેશભાઈ ઉંમર વર્ષ  57 તેમજ તેમના ધર્મપત્ની તે સ્વ. વનેચંદભાઈ ગંગારામભાઈ સોમૈયા ના પુત્રી વર્ષાબેન ઉંમર વર્ષ 54 તેમજ હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર ના પુત્ર હર્ષ ઉંમર વર્ષ 19 નું દુઃખદ અવસાન થયેલ છે.પ્રભુ તેમના આત્માને શાંતિ આપે

સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી  9/8/ 2024 શુક્રવાર, સમય સાંજે 4 થી 5:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ, મોરબી નાગરિક બેંકની સામ, મોરબી ખાતે રાખેલ છે.

લી.

પંકજભાઈ દેવચંદભાઈ કાનાબાર (ભાઈ)
મેહુલભાઈ દેવચંદભાઈ કાનાબાર (ભાઈ)






Latest News