હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદના ભલગામડાની સીમમાં જુગારની રેડ: ત્રણ શખ્સ પકડાયા, એક ફરાર


SHARE









હળવદના ભલગામડાની સીમમાં જુગારની રેડ: ત્રણ શખ્સ પકડાયા, એક ફરાર

હળવદના ભલગામડા ગામની સીમમાં વાડીની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી અને એક શખ્સ તકનો લાભ લઈને નાશી ગયો હતો જો કે પોલીસે ત્રણ શખ્સોની 22,300 ની રોકડ સાથે ધરપકડ કરી હતી

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં વાડીની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી અને એક શખ્સ તકનો લાભ લઈને નાશી ગયો હતો જો કે પોલીસે જાદવભાઈ બાબુભાઈ ઇન્દરિયા (40), ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિ (30) અને મુકેશભાઈ ધનજીભાઈ દેત્રોજા (40) રહે. ત્રણેય ભલગામડા વાળા સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 22,300 ની રોકડ કબજે કરી હતી જોકે પોલીસને જોઈને નાસી છૂટેલ બાલો ઉર્ફે નોઘો લખમણભાઇ ભરવાડ રહે. ભલગામડા વાળાને પકડવામાં માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે સ્વામીના મંદિરની પાછળની શેરીમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિરેનભાઈ ઉર્ફે લાલો વલમજીભાઈ સોલંકી (30) રહે. ચરાડવા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.




Latest News