હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરીના ગુનામાં દારૂના સપ્લાયર કુખ્યાત બુટલેગરની ધરપકડ


SHARE









મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરીના ગુનામાં દારૂના સપ્લાયર કુખ્યાત બુટલેગરની ધરપકડ

માળીયા (મી)નાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ હતી. ત્યારે ઘરમાંથી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા તેમજ બનાવટી દારૂનું 450 લિટર પ્રવાહી પોલીસે કબજે કર્યું હતું. અને બે સગા ભાઈની ધરપકડ કરી હતી. આ ગુનામાં કુખ્યાત બુટલેગર દ્વારા આરોપીઓને સસ્તો દારૂ સપ્લાઈ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂના સપ્લાયર કુખ્યાત બુટલેગરની ધરપકડ કરીને તેને હાલમાં રિમાન્ડ ઉપર લીધેલ છે.

માળીયા (મી)ના દેવગઢ ગામે રહેતા જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ હતી ત્યારે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 16 બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લીશ દારૂનું 450 લીટર પ્રવાહી, દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા વિગેરે મળી 2,79,705 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો. આ ગોરખધંધામાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી જીલ્લામાં અગાઉ પકડાયેલ દારૂના ગોડાઉનમાં ઝડપાયેલ કુખ્યાત બુટલેગર લક્કીસિંગ દરબાર હાલમાં જેલમાં હતો. જે આરોપી દેવગઢ ગામે ચાલતી નકલી દારૂની મિનિ ફેક્ટરીમાં દારૂ સપ્લાઈ કરતો હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને આ કેસની તપાસ કરી રહેલા એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચિયા અને તેની ટીમે દ્વારા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ જાતે દરબાર (42) રહે. શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ મધુસ્મૃતિ સોસાયટી મોરબી મુળ રહે. ચાપરીયા તાલુકો જાંબવા જીલ્લો અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તા 9 સુધીના રિમાન્ડ લેવામાં આવ્યા છે. વધુમાં પોલીસ પાસેથી મળે માહિતી મુજબ આ આરોપી દેવગઢ ગામે ચાલતી નકલી દારૂની મિનિ ફેક્ટરીમાં દારૂ સપ્લાઈ કરતો હતો જેને મોંઘી દારૂની બોટલોમાં ભરીને સસ્તા દારૂને મોંઘો બનાવીને મોરબી જીલ્લામાં વેચવાનું કારસ્તાન ચાલતું હતું.




Latest News