મોરબીમાં 200 જેટલા કારખાના બંધ થતાં જીપીસીબીએ કરેલ દંડની રકમ કોણ ભારે તે પ્રશ્ન !, દંડની શક્ય તેટલી રકમ ભારે તો જ કેસ આગળ વધશે: વકીલ
SHARE
મોરબીમાં 200 જેટલા કારખાના બંધ થતાં જીપીસીબીએ કરેલ દંડની રકમ કોણ ભારે તે પ્રશ્ન !, દંડની શક્ય તેટલી રકમ ભારે તો જ કેસ આગળ વધશે: વકીલ
મોરબીમાં જીપીસીબીએ કરેલ દંડની રકમ મોરબીના ઉદ્યોગકારો કોઈ કાળે ભરી શકે તેમ નથી જેથી કરીને ગઇકાલે મોરબી સિરામિક એસો.ના હોલમાં મોરબીના ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં 200 જેટલા કારખાના બંધ થઈ ગયેલ છે જેથી તે કારખાના વાળા દંડની 25 ટકા રકમ પણ ભરી શકે તેવી હાલમાં સ્થિતિ નથી. જેથી કરીને જે કારખાનેદાર જેટલી રકમ ભરી શકે તે તેમના દ્વારા ભરવામાં આવે તો જ કોર્ટમાં કેસ ચાલી શકે તેમ છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારો હાઇકોર્ટમાં વાંધા સાથે રકમ ભરવા માટે તૈયાર થયેલ છે. જો કે, દંડના 25 ટકા રકમ ભરવાની હાલમાં સ્થિતિ જ નથી તે હકકિત છે.
મોરબીની આજુબાજુમાં જે સીરામીકના નાના મોટા કારખાના આવેલા છે, તેમાથી 200 જેટલા કારખાના સદંતર બંધ થઈ ગયા છે અને નજીકના દિવસોમાં 150 જેટલા કારખાના શટડાઉન લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેમ કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી જે માસિક એકસપોર્ટ કરવામાં આવે છે તે જૂન મહિનામાં 1500 કરોડનું એક્સપોર્ટ હતું જો કે, જુલાઇ માહિનામાં માત્ર 600 કરોડનું જ એક્સપોર્ટ થયેલ છે આમ માર્કેટમાં ભયંકર મંદી હોવાના કારણે સીરામીક ઉત્પાદકો મુશ્કેલીમાં છે ત્યારે થોડા સમય પહેલા દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં રચવામાં આવેલ કમિટી દ્વારા કરાયેલા રીપોર્ટના આધારે મોરબીના 550 થી વધુ કારખાનાને 460 કરોડથી વધુનો દંડ ઝીકવામાં આવ્યો હતો. અને જીપીસીબી દ્વારા કરવામાં આવેલ દંડ સિરામિક ઉદ્યોગકારો માટે અન્યાયકર્તા હતો.
કેમ કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાંભળ્યા વગર જ જીપીસીબી દ્વારા એક તરફી દંડ ઝીકી દેવામાં આવેલ છે. જેથી ઉદ્યોગકારો હાઇકોર્ટમા ગયા છે અને તે કેસમાં આગામી 20 તારીખની મુદત છે. જો કે, તે પહેલા મોરબીના ઉદ્યોગકારોને કરવામાં આવેલ દંડની રકમના 25 ટકા ભરવા માટેની નોટિસો જીપીસીબી દ્વારા આપવામાં આવેલ છે. જેથી કરીને ગઇકાલે મોરબીમાં સિરામિક એસો, હૉલ ખાતે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં તેઓના હાઇકોર્ટના વકીલને પણ હાજર રાખવામા આવ્યા હતા અને દંડની 25 ટકા રકમ ન ભરવાથી શું થઈ શકે તેના માટેની માહિતી આપી હતી. અને ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખીને ઉદ્યોગકારો દંડની 25 ટકા રકમ ભરી શકે તેમ ન હોય તો 5 થી લઈને 20 ટકા સુધી જેની પાસે જેટલી સગવડ હોય તેટલો દંડ રકમ ભરવામાં આવે તે અનિવાર્ય છે.
અત્રે ઉલેખનીય છે કે, ઉદ્યોગકારોને સાંભળ્યા વગર જ દંડ કરવામાં આવેલ છે જેથી તેની સામે ઉદ્યોગકારોને વાંધો છે એટ્લે જ તો હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. અને સિરામિકના 200 જેટલા કારખાના બંધ થઈ ગયા છે. જેમાંથી મોટાભાગનાએ જે તે સમયે કોલગેસ વાપર્યો હતો અથવા તો વાપરવા માટેની મંજૂરી માંગી હતી જો કે, કોલગેસ વાપર્યો ન હતો તેમ છતાં પણ આવ સિરામિક ઉદ્યોગકારોને પણ દંડ કરવામાં આવે છે અને જે હવે દંડની રકમ ભરી શકે તેમ છે જ નહી. અને મોટાભાગના ઉદ્યોગકારોએ કોલ ગેસીફાયરનો ઉપયોગ જીપીસીબી પાસેથી મંજુરી માંગીને કર્યો હતો તો પછી હવે જીપીસીબીએ ગેસીફાયર ચલાવવા બદલ દંડ કેમ કર્યો તે વાત અહીના ઉદ્યોગકારોને સમજાતી નથી. અને ઘણા કારખાનેદારોએ તેના કારખાનામાં કોલગેસ પ્લાન્ટ મૂક્યો હતો. અને મંજૂરી પણ લીધી હતી. જો કે, યુનિટમાં કોલ ગેસીફાયરને એકપણ દિવસ ચલાવ્યું ન હતું તો પણ મંજૂરી લીધી ત્યારથી દંડ કરવામાં આવ્યો છે તે અન્યાયકર્તા છે.
જેથી કોર્ટમાં આ કેસને ચલાવવા માટે ઉદ્યોગકારો દંડની 25 ટકા રકમ સામે જે રકમ ભરી શકે તેને ભરીને ત્યાર બાદ ઉદ્યોગકારોના વકીલ દ્વારા હાઇકોર્ટમા કેસ ચલાવવા માટેની રિકવેસ્ટ કરવામાં આવશે. તેવું ગઇકાલની મિટિંગમાં નક્કી થયું હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલેખનીય છેકે, જે કારખાના બંધ થઈ ગયેલ છે તેના ભાગીદારો છૂટા પડી ગયેલ છે અને મશીનરી પણ વેંચાઈ ગયેલ છે. જેથી કરીને દંડની રકમ કોણ ભરશે તે પ્રશ્ન ઊભો થયેલ છે. અને જેટલા ભાગીદારો હતા જેમાંથી કેટલાકની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તે દંડના 25 ટકા રકમમાં તેના ભાગે આવે તેટલી રકમ પણ ભરી શકે તેમ નથી તે હક્કિત છે.