હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકાનું જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં અપાયું


SHARE









વાંકાનેર નગરપાલિકાનું જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં અપાયું

વાંકાનેરમાં છેલ્લા વર્ષોથી જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવે છે તેવી જ રીતે આજે મેળાના મેદાનની વાંકાનેર પાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી રાખવામા આવી હતી જેમાં કુલ સાત પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. અને હરાજીના અંતે લોકમેળા માટેનું મેદાન 18 લાખમાં જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવેલ છે.

વાંકાનેર પાલિકા કચેરી ખાતે આજે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ.વી. કાનાણીની હાજરીમાં મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને સાત પાર્ટીઓએ ભાગ લીધેલ હતો. અને 3.10 લાખની બેઝ પ્રાઇઝથી મેળાના મેદાનની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને‌ ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખની બોલવામાં આવી હતી અને સૌથી ઊંચી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા લગાવવામાં આવતા મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેદાન માટે બોલી લગાવનાર દાવેદાર દ્વારા પાલિકામાં બોલીની રકમ જમા કરાવવામાં નહીં આવે તો, તેને રદ કરી તેનાથી નીચે બોલી લગાવનારને આ ગ્રાઉન્ડ આપવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે.




Latest News