વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય


SHARE













મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા પરિવારની સાથે રહેતી ગૌ માતાની બીમારીના લીધે અવસાન થતાં તેને ઘર નજીક જ સમાધિ આપવામાં આવી હતી અને ઘરના સભ્યોની જેમ જ સાથે રહેતી ગાય માતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા રાતાભરે ગામે રહેતા ચંદુભાઈ લક્ષ્મણભાઈ ખાવડીયા નામના ખેડૂત પરિવારને ત્યાં રહેતી ગાય માતાનું અવસાન થતા તેઓના પરિવાર દ્વારા ગાય માતાની સમાધિ આપવામાં આવી હતી વધુમાં ચંદુભાઈ ખાવડીયાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ એક નાની વાછરડી વર્ષો પહેલા લાવ્યા હતા અને તે છેલ્લા 35 વર્ષથી તેઓની સાથે રહેતી હતી તે ગાય માતા છેલ્લા છ મહિનાથી બીમાર હતી જેથી કરીને ઘરના સભ્યની જેમ જ તેની સેવાચકરી કરી હતી અને અંતે તા 8 ના રોજ ગાય માતાનું અવસાન થતાં પરિવારની આંખોના ખૂણા ભીના થયા હતા અને એક પરિવારના સભ્યોને જેમ તેને વિદાય આપવામાં આવતી હતી. આજે જ્યારે ગાય રસ્તે રજડતી જોવા મળે છે અને દૂધ ધોઈને ગાય આખો દિવસ જાહેર માર્ગો ઉપર છૂટી મૂકી દેવામાં આવે છે તેવા લોકો માટે આ પરિવાર દીવાદાંડી સમાન છે.






Latest News