મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી પાસેથી કતલખાને લઈ જવાતા પાંચ પાડાને બચાવ્યા: બોલેરો છોડીને નાસી ગયેલ શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના ચુંપણી પાસેથી કતલખાને લઈ જવાતા પાંચ પાડાને બચાવ્યા: બોલેરો છોડીને નાસી ગયેલ શખ્સ સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં માણેકવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીની અંદર ચેક કરવામાં આવતા તેમાંથી કતલખાને લઈ જવામાં આવતા પાંચ પાડા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસને બોલાવી હતી અને પોલીસે અબોલ જીવ તથા બોલેરો ગાડી સહિત 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બોલેરો ગાડી મૂકીને નાસી ગયેલા શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા વિશાલભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (35) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 6260 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના ચુંપણી ગામથી માણેકવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બોલેરો ગાડી નંબર જીજે 36 વી 6260 પસાર થતી હતી ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવતા તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ જાતની સગવડ રાખ્યા વગર પાંચ પાડાને કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ત્યારે બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી દસ હજાર રૂપિયાની કિંમતના આબોલ જીવ તથા બે લાખ રૂપિયાની કિંમતની ગાડી મળીને 2,10,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.




Latest News