મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: 11 પકડાયા


SHARE











મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: 11 પકડાયા

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં અને ગાંધીચોકમાં તેમજ વાંકાનેર તાલુકાના કોઠી થી હોલમઢ જવાના રસ્તા ઉપર દરગાહની બાજુમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી જેમાં કુલ મળીને 25,280 ની રોકડ સાથે પોલીસે કુલ મળીને 11 શખ્સોને પકડ્યા હતા અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલ છે. 

મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જયભાઈ હિતેશભાઈ રામાનુજ જાતે બાવાજી (22) રહે. રોટરીનગર, રોહિતગીરી સુખદેવગીરી ગોસાઈ જાતે બાવાજી (30) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી, જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા જાતે દરબાર (28) રહે. શિવપાર્ક સોસાયટી મોરબી, મનસુખભાઈ મગનભાઈ પરસુડા જાતે કોળી (42) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી અને કલ્પેશભાઈ રાજેશભાઈ ગેડાણી જાતે કોળી (25) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા 17,430 કબજે કર્યા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીના ગાંધી ચોક સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રવિભાઈ સવજીભાઈ ખાખરીયા જાતે કોળી (31) રહે રણછોડનગર મોરબી અને આસિફભાઈ હારુલભાઈ તૈલી જાતે મેમણ (26) રહે. વાવડી રોડ રવિ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1,350 રૂપિયાની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

વાંકાનેર તાલુકાના કોઠી થી હોલમઢ જવાના રસ્તા ઉપર દરગાહની બાજુમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચંદુભાઈ કાળુભાઈ દેત્રોજા જાતે કોળી (42) રહે જોધપર ખારી તાલુકો વાંકાનેર, દામજીભાઈ ઘોઘાભાઈ ધોળકિયા જાતે કોળી (32) રહે. જોધપર ખારી વાંકાનેર, મહેશભાઈ દેવાભાઈ રોજાસરા જાતે કોળી (18) રહે. મહીકા અને દિનેશભાઈ મગનભાઈ સારલા જાતે કોળી (33) રહે હોલમઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 6,500 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધલે છે.




Latest News