મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી :તા.૧૪ ના રોજ આર્ટસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે


SHARE













મોરબી :તા.૧૪ ના રોજ આર્ટસ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવું

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી  દ્વારા તા.૧૪-૮ ના રોજ સવારે ૧૧ કલાકે શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકાકક્ષાનાં ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.

જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રીક, એસએસસી,એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ,બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેવું જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News