મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા


SHARE













મોરબીના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે તાલુકાના ફાટસર ગામે રેડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પતાપ્રેમીઓ રોકડ રકમ સાથે પકડાયા હતા.

તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્ટાફને મળેલી બાતમીને આધારે મોરબી તાલુકાના ફાટસર ગામે બીપીએલ વાળી શેરીમાં મોડીરાત્રીના રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમવામાં આવતો હોય સ્થળ ઉપરથી ડાયાભાઈ ભોજાભાઈ ગજીયા જાતે બોરીચા (ઉ.53), સુખદેવસિંહ બચુભા જાડેજા જાતે દરબાર (ઉ.55), દૈવતસિંહ મયુરધ્વજસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.31), મહાવિરસિંહ કનુભા જાડેજા જાતે દરબાર (ઉ.42) અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધરમશી વિસનજીભાઈ હસોલા જાતે લુહાર (ઉ.45) રહે. બધા ફાટસર તા.જી. મોરબીની રોકડા રૂા.20300 સાથે અટકાયત કરી તેઓ સામે તાલુકા પોલીસ મથકે ગુન્હો દાખલ કરાયો હતો.

વાહન અકસ્માતમાં કાર્યવાહી

મોરબીની અવની ચોકડીથી ઉમીયા સર્કલ વચ્ચે ટુવ્હીલર બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનોને ઈજા પહોંચી હતી. જે અંગે નોંધાયેલ ફરિયાદની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માત સર્જનાર સફેદ કલરની સ્વીફટ કાર નંબર જી.જે.3 ઈઆર 8286ના ચાલક દિલીપભાઈ હરીભાઈ પાંચોટીયા જાતે પટેલ (ઉ.વ.35) રહે. રાધે હાઈટસ રવાપર તા.જી. મોરબી સામે અટકાયતી પગલા લીધા હતા અને બાદ જામીન મુકત કરાયા હતા.






Latest News