મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં DDO પ્રજાપતીએ ચાર્જ સંભાળ્યાના માત્ર ૬ મહિનાના ટુંકા ગાળામાં ઓવર ઓલ રેંક્માં  જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે


SHARE













મોરબી જિલ્લા પંચાયતમાં DDO પ્રજાપતીએ ચાર્જ સંભાળ્યાના માત્ર ૬ મહિનાના ટુંકા ગાળામાં ઓવર ઓલ રેંક્માં  જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

ગુજરાત સરકાર દ્વારા દર મહિને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીઓનુ મુલ્યાંકન મુખ્યમંત્રીના કાર્યાલય ખાતેથી ઓનલાઇન પોર્ટલ સીએમ ડેસ્ક બોર્ડ (CM-DASH BOARD) દ્વારા થતુ હોય છે.જેમા શિક્ષણ આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, સિંચાઈ સહિતના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીના આધારે ગુજરાત કક્ષાએ વિભાગ વાઇઝ તેમજ ઓવરઓલ રેંક નક્કી કરવામાં આવે છે.

જીલો વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ જુલાઇ-૨૦૨૪ અંતીત કામગીરીમા મોરબી જિલ્લો ઓવર ઓલ રેંક્માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે.શ્રી પ્રજાપતીએ ફેબ્રુઆરી-૨૦૨૪ માં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કારભાર સંભાળ્યા બાદ માત્ર ૬ મહિના જેવા ટુંકા સમયગાળામાં આ સિદ્ધી હાંસલ કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત મોરબી જિલ્લાને પ્રથમ રેંક પર લાવીને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફાનુ ગૌરવ વધાર્યુ છે.આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારી તેમજ દરેક વિભાગના કર્મચારીઓને આપતા જણાવ્યુ છે કે, જિલ્લા પંચાયતના દરેક વિભાગની દરેક યોજનાકીય કામગીરી દરેક વિભાગના અધિકારી તેમજ કર્મચારીના અમુલ્ય ફાળા અને નિષ્ઠા વગર શક્ય નથી.

સીએમ ડેસ્ક બોર્ડ પર શિક્ષણ વિભાગમાં જુલાઇ-૨૦૨૪ અતીત મોરબી જિલ્લો જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા તેમજ તેમના વહીવટી સ્ટાફથી માંડીને તમામ શિક્ષકોની મહેનતથી પ્રથમ ક્રમે આવેલ છે.એ જ રીતે આરોગ્ય વિભાગમાં પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.ડી.બી.મહેતાના વડપણ હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર, મેડીકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, લેબટેક, MPHS, MPHW, CHO, FHS, FHW ની કામગીરી થકી સીએમ ડેસ્ક બોર્ડ પર જુલાઇ-૨૦૨૪ અંતીત મોરબી જિલ્લો પ્રથમ ક્રમે આવેલ છે.

પંચાયત અને ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એન.એસ. ગઢવી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકાર એન.ડી.કુગસીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા સીએમ ડેસ્ક બોર્ડ પર દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરેલ છે.અગાઉ ફેબ્રુઆરી -૨૦૨૪ માં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કારભાર સંભાળ્યા બાદ માત્ર બે માસના ટુંકા સમયમાં માર્ચ ૨૦૨૪ અંતીત પંચાયત વેરા વસુલાત ક્ષેત્રે પણ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી કમ મંત્રીઓના સહકારથી સમગ્ર રાજ્યમા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ.

આમ જિલ્લા પંચાયતના દરેક અધિકારી તેમજ પાયાના દરેક કર્મચારીની મહેનતથી શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, સિંચાઈ સહિતના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી CM-DASH BOARD પર જુલાઇ -૨૦૨૪ અંતીત મોરબી જિલ્લો પ્રથમ રેંક પર આવ્યાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવેલ છે.






Latest News