મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ગંભીર આક્ષેપ: વાંકાનેરના મહીકા ગામના મહિલા સરપંચ-તેના ભાઈનો ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ !


SHARE









ગંભીર આક્ષેપ: વાંકાનેરના મહીકા ગામના મહિલા સરપંચ-તેના ભાઈનો ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ !

વાંકાનેર તાલુકના મહીકા ગામના મહિલા સરપંચ સામે ગામના લોકોએ જ ગંભીર આક્ષેપ કરલે છે અને મહિલા સરપંચ તથા તેના ભાઈ દ્વારા ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કરીને ગામના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા સરપંચ તથા તેના ભાઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના લોકોએ સહી સાથે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ગામના મહિલા સરપંચ સામે ગંભીર આક્ષેપ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મહીકા ગામે હિન્દુ-મુસ્લીમ સમાજના લોકો ભાઈચારાથી રહે છે. અને આ ગામના હાલના સરપંચ મુમતાજબેન આમદભાઈ બાદી છે. જો કે, સમગ્ર વહીવટ તેમના ભાઈ હનીફભાઈ આમદભાઈ કરે છે. ! આ બંને ભાઈ બહેન મળીને તેઓ પોતાની રીતે હિંન્દુ સમાજના વિસ્તારોમાં પાસ થયેલ ગ્રાન્ટો ઈરાદાપુર્વક મુસ્લીમ વિસ્તારમાં વાપરે છે. અને ગામના કોમવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ ગામમાં કમા ખેતાના ઘર પાસેની શેરીમાં ભુગર્ભ ગટરની ગ્રાન્ટ પાસ થઈ હતી. જે ગ્રાન્ટ હેતુ ફેર કરીને અન્ય જગ્યાએ મુસ્લીમ સમાજના વિસ્તારમાં વાપરી નાખેલ છે. ? આવી જ રીતે પુર્વ ધારાસભ્ય સ્વ. જયોત્સનાબેન જે. સોમાણીએ તા.૫/૭/૨૦૦૭ માં કલ્યાણભાઈ ગઢવીની શેરીમાં રોડ, પાણીનો બોર, પાણીની ડંકી માટે ૧.૬૫ લાખની ગ્રાન્ટ આપી હતી. જો કે, ગામના મહિલા સરપંચના ભાઈ હનીફભાઈ આમદભાઈએ પાણીની ડંકી અને તેનો ઓટો તોડી નાખેલ છે. તેમજ પાણીનો બોર નષ્ટ કરી નાખેલ છે.

આટલું જ નહીં ત્યાં પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા એન્જલબેન અનિલભાઈની ફરજમાં સરપંચનો ભાઈ અવાર નવાર રૂકાવટ કરે છે. તેમજ મુસ્લીમ સમાજના છોકરાઓને પીએચસી સેન્ટરમાં પથ્થરમારા કરવા માટે ઉશ્કેરણી કરે છે. જેથી કરીને ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં મહિલા સરપંચ તથા તેમના ભાઈ હિન્દુ વિરોધી માનસીકતા ધરાવે છે. જેથી કરીને ગામના લોકોની રજુઆતોને ધ્યાને લઈને મહિલા સરપંચ અને તેના ભાઈ સામે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.




Latest News