મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક શાળામાં “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું


SHARE













મોરબીની સાર્થક શાળામાં “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું

14 ઓગસ્ટે ભારતના ભાગલા થયા હતા અને ભારતમાંથી જ પાકિસ્તાન દેશ અલગ થયો હતો અને તે વખતે બે કરોડથી વધુ લોકો ભારતમાં પ્રભાવિત થયા હતા. અને લગભગ દસ લાખથી પણ વધુ લોકોની ત્યારે હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં મહિલાઓના અપહરણ, મોટા પાયે માલમિલકતને નુકસાન કરવામાં આવ્યું હતું અને લાખોની સંખ્યામાં લોકોનું સ્થળાંતર થયું હતું અને ઘણા લોકોને જે જગ્યાએ રહેતા હતા તેના માલ મિલકત, ધંધા રોજગાર છોડીને જવું પડ્યું હતું. આ ઘટનાઓને શબ્દોમાં સમાવવી પણ મુશ્કેલ બની જાય તેમ છે. ત્યારે ભારતના ભાગલા થયા અને પાકિસ્તનાનો જન્મ થયો તે દિવસની ઘટનાઓને યાદ કરવા અને આજની નવી પેઢીને તે દિવસો સમજાવવા માટે ભારતમાં જુદાજુદા સ્થળે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર શાળામાં ભારત સરકારના ઉપક્રમે એસબીઆઇ દ્વારા “ભાગલા વખતેની ભયાનક યાદો” દર્શાવતું પોસ્ટર પ્રદર્શન રાખવામા આવ્યું હતું. આ શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ અને બેકના અધિકારીના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. અને ત્રણ દિવસ માટે મોરબીના દરેક લોકો માટે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લુ રાખવામા આવેલ છે. તેવું શાળાના સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.






Latest News