મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ઉંદરના દર બુરવા ગયેલ મહિલાને પાડોશી શખ્સે માર માર્યો: એટ્રોસીટીની ફરિયાદ


SHARE













મોરબીના સોખડા ગામે ઉંદરના દર બુરવા ગયેલ મહિલાને પાડોશી શખ્સે માર માર્યો: એટ્રોસીટીની ફરિયાદ

 

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા આધેડ મહિલા તેઓના પાડોશીના ઘરમાંથી પોતાના ઘરની પાછળના ભાગમાં ઉંદરના દર બુરવા માટે જઈ રહ્યા હતા જે પાડોશીને સારું નથી લાગતા તેને આધેડ મહિલાને ઢીકા પાટોનો શરીરને માર માર્યો હતો ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા રેવીબેન ગોવિંદભાઈ પરમાર (50)એ હાલમાં હિતેશભાઈ કોળી રહે. સોખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરની પાછળ ઉંદરના દર બુરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આરોપીના ફળિયામાંથી નીકળીને પાછળ જતા હોય તે આરોપીને સારું લાગ્યું ન હતું જેથી તેણે ફરિયાદી મહિલાને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને બંને હાથ, ખભા તથા પીઠના ભાગે માર મારીને ઇજા કરી હતી અને મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી કરીને ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

10 બોટલ દારૂ

મોરબી તાલુકાના પંચાસર રોડ ઉપર રાજનગર કેનાલ પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 10 બોટલો મળી આવતા પોલીસે 1000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી આદીલભાઈ મયુદ્દીનભાઈ કુરેશી (24) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 






Latest News