માળીયા (મી)ના વર્ષામેડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને યુવાને માર માર્યો
મોરબીના ટિંબડી નજીક ડમ્પર ચાલકે કચડી નાખેલ યુવાનનો જીવ બચાવવા પગ કપવો પડ્યો
SHARE
મોરબીના ટિંબડી નજીક ડમ્પર ચાલકે કચડી નાખેલ યુવાનનો જીવ બચાવવા પગ કપવો પડ્યો
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ અંબે ફાર્મ કંપની તરફ જતા કાચા રસ્તા ઉપરથી યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાન રસ્તા ઉપર પડી ગયો હતો અને તેના પગ ઉપરથી ડમ્પરના વ્હીલ ફરી જતા તેને ગંભીર ઇજા થયેલ હતી અને આ યુવાનનો ડાબો પગ ઢીંચણથી નીચેના ભાગમાં ઓપરેશન કરીને કાપવો પડ્યો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલાક પોતાનું વાહન લઇને નાશી ગયેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં અંકલેશ્વર ખાતે રહેતો મોહનભાઈ રાજેન્દ્રભાઈ શર્મા (44) નામના યુવાને ડમ્પર નંબર જીજે 12 એઝેડ 9257 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ટિંબડી ગામના પાટીયા નજીક આવેલ અંબે ફાર્મ કંપની તરફ જવાના કાચા રસ્તા ઉપરથી ચાલીને તે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે ફરિયાદીને હડફેટે લેતા ફરિયાદી યુવાન રસ્તા ઉપર પડી ગયો હતો અને તેના ડાબા પગ ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી ગયું હતું જેથી તે યુવાનને ગંભીર ઇજા થતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળુ વાહન લઈને ઘટના સ્થળેથી નાશી ગયેલ હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા ફરિયાદી યુવાનને ગંભીર ઈજા થયેલ હોવાથી તેનો ઢીંચણથી નીચેના ભાગનો પગ ઓપરેશન કરીને કાપવો પડ્યો છે. હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઇજા
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં રહેતા અજીત નિરંજનભાઈ (35) નામના યુવાનને પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.