મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના હરિપર પાસે બાઇક  ચાલેક રાહદારીને હડફેટે લીધો: બંને ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE













મોરબીના હરિપર પાસે બાઇક  ચાલેક રાહદારીને હડફેટે લીધો: બંને ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી તાલુકાના હરીપર ગામની ગોળાઈ પાસેથી પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને બાઇક ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં રાહદારી યુવાન તથા બાઇક ચલકને ઈજા થઇ હોવાથી બંને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે પગપાળા જઈ રહેલા યુવાનને બાઈક ચાલાકે લેતા અકસ્માત થયો હતો જેથી અકસ્માતના બનાવમાં રામલાલ મીણા (19) રહે. આરામ હોટલ માળીયા મીયાણા તથા પરેશ પ્રવીણભાઈ રાજોસરા (35) રહે. જુનાગઢ વાળાને ઇજાઓ થઈ હતી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ઈજાગ્રસ્ત બે પૈકીનો એક યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો અને બીજો બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેથી આ બંને યુવાનોને ઇજા થયેલ છે. અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના બંધુનગર ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા સુખદેવભાઈ પરસોત્તમભાઈ (48) નામનો યુવાન બાઈક લઈને બંધુનગર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી અસર

મોરબીના જોધપર ગામ પાસે વાડીએ રહીને મજૂરી કામ કરતો કરણ ઘુમસિંગ કટારા (25) નામનો યુવાન ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો ત્યારે તેને ઝેરી દવાની અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી છે






Latest News