મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી


SHARE









કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી

રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડલ, કચ્છ જીલ્લા ભાજપની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલીત બી.બી. એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરી છે.

ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખમાં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના વતન થી દુર,  હામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ.

જખૌ કોસ્ટલ એરિયા, ૧૫૩ બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. BSF હેડ કમાન્ડન્ડશ્રી મનીષ નેગી, ડેપ્યુટી કમાન્ડન્ડ રાજકુમાર શર્મા, સિકંદર ફિરોદી સહિત દરેક જવાનો ને મીઠાઇ નું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેસમુખ, સર્વ મહાવીરસિંહ જાડેજા, (તા.પ.અબડાસા) કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડગરા, વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી પાલિકા, પુર્વ જીલ્લા પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, સાહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને રક્ષા બંધનનો તહેવાર જવાનો સાથે સહ ભોજન કરી ઉજવણી કરી હતી.




Latest News