મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે રાખી મેકિંગ કોમ્પિટિશન યોજાઇ


SHARE













મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે રાખી મેકિંગ કોમ્પિટિશન યોજાઇ

મોરબીના નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય ખાતે શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ સ્વહસ્તે રાખડી બનાવી હતી તેમજ તે રાખડી મોરબીના મહિલા પોલીસ કર્મચારીઓને બાંધી રક્ષાબંધનના તહેવારની અનોખી ઉજવણી કરી હતી, મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે રાખડીઓ બનાવીને મોરબીમાં દીકરીઓની રક્ષા માટે હંમેશા તૈયાર રહેતા મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ.લખધીરકા તેમજ સજનબેન, જ્યોત્સનાબેન, ભારતીબેન, પુનમબેન વિગેરે વહેલા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને રાખી મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શીતલ ચાવડા, દ્વિતીય ક્રમે રાસમીયા અસ્મિતા અને કંજારીયા અલ્પા અને તૃતીય ક્રમે રાસમિયા તૃષા અને બરાસરા બંસી તેમજ પરમાર હેતલ વિજેતા જાહેર થઈ હતી છે તેને મહિલા પીઆઈના હસ્તે  સન્માનિત કરવામાં આવી હતી અને કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ પ્રેરણાદાયી રક્ષાબંધન પર્વની ઉજવણી માટે તેમને બિરદાવવામાં આવી હતી






Latest News