મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE









મોરબીના માધાપર ગામે પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના માધાપર ઝાંપે આવેલા પાધરદેવી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાધરદેવી માતાજીનો બે દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે.

જેની માહિતી આપતા ધર્મેન્દ્રભાઈ કંઝારિયાએ જણાવ્યુ હતું કે, તા 19 અને 20 ના રોજ આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા 19 ના રોજ રાત્રે 9:30 વાગ્યે રામજી મંદિર ચોકમાં સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સતવારા સમાજનું ગૌરવ આરતીબેન સતવારા (જોગાણી) સાથે કાનજીભાઈ ગઢવી અને તેની ટિમ જમાવટ કરશે. અને તા 20 ના રોજ સવારે 9:00 વાગ્યે નવચંડી યજ્ઞ, 10:00 વાગ્યે પાધરદેવી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, 10-30 કલાકે રામજી મંદિરેથી ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે, 11:00 વાગ્યે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, બપોરે 11:30 વાગ્યે માધાપર વિસ્તારના સમસ્ત ગ્રામજનોનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 4: 30 વાગ્યે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5:30 કલાકે માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવશે.

મેલડી માતાજીનું આખ્યાન
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા. 19 ને સોમવારે 9:30 વાગ્યે મેલડી માતાજીના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલીનું પ્રખ્યાત શ્રી મેલડી માં મંડળ દ્વારા મેલડી માતાજીનું આખ્યાન ભજવવામાં આવશે. જેનો ધર્મપ્રેમી ભક્તોને લાભ લેવા માટે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News