મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં લોકતાંત્રિક રીતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ


SHARE













મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં લોકતાંત્રિક રીતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાલ સંસદની ચૂંટણીનું લોકતાંત્રિક રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ ચુંટણીમાં હેન્સી પરમાર, વંદના પરમાર, ધર્મિષ્ઠા પરમાર, દીપ્તિ કંઝારીયા, રિદ્ધિ કંઝારીયા, રાધા હઠીલા વગેરે છ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. અને રવિવારે  ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ ઓફિસર તેમજ  હથિયારધારી કમાન્ડો તરીકે વિદ્યાર્થીનીઓએ ફરજ બજાવી હતી. અને ધો.6 થી 8 કુલ 161 વિદ્યાર્થીનીઓ મતદારો હતા જે પૈકી 156 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને એસએમસીના અધ્યક્ષ કાળુભાઈ પરમાર બંને શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને દિનેશભાઈ વડસોલા સહિત બંને શાળાના શિક્ષકોએ મતદાન કર્યું હતું. જેમાં હેન્સી પરમાર વિજેતા બનેલ છે. આ કાર્યક્રમન સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News