મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ તે હાઈકોર્ટે રદ કરી


SHARE













મોરબીના ઉંચી માંડલ ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ તે હાઈકોર્ટે રદ કરી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગ અને બનાવટી દસ્તાવેજની ખરા તરીકે ઉપયોગ કરવાની ફરિયાદ નોંધાયેલા હતી જે કેસમાં આરોપી વલમજીભાઈ ભુદરભાઈ કાલરીયા અને પરેશ ધનજીભાઈ પાંચોટિયા સામેની સમગ્ર ફરિયાદ હાઈકોર્ટે રદ કરી નાખી છે જેથી કરીને બંને આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.

મોરબીના ઉંચી માંડલ ગામે સર્વે નં ૧૨૬/૧ પૈકી ૧ ની જમીનમાંથી આશરે ૧૫૫૦ ચો.મી. વાળી જમીન પર આરોપીઓ વલમજીભાઈ ભુદરભાઈ કાલરીયા અને પરેશભાઈ ધનજીભાઈ પાંચોટિયા રહે. બંને મોરબી વાળાએ જમીન પચાવી પાડવાના આશયથી ફરિયાદી અને સાહેદોની જાણ બહાર બનાવટી સંમતી પત્ર બનાવી નગર નિયોજકમાં લે આઉટ પ્લાન મંજુર કરાવી જમીનનો વપરાસી હક્ક દર્શાવવા બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદે કબજો કરી જમીન પચાવી પાડી છે તેવી ફરિયાદ નોંધાઈ હતી.

જે કેસમાં આરોપીઓએ તેના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં બી.એન.એસ.એસ.ની કલમ ૫૨૮ હેઠળ કન્સાઈટ ક્વોસિંગ પીટીશન ફાઈલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષકારોની રજૂઆતને ધ્યાને લઈને હવે બંને પક્ષકારો વચ્ચે કોઈ તકરાર ન હોય અને સમગ્ર સમાજનું હિત ધ્યાને લઈને વિવિધ કેસના જજમેન્ટ ટાંકી મોરબી તાલુકામાં થયેલ ફરિયાદ અને તમામ પ્રોસીડીંગ રદ કરવાનો હુકમ કર્યો હતો અને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એમ.કે. પંડ્યા, જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર. અગેચણીયા, જીતેન ડી. અગેચણીયા, જે.ડી. સોલંકી, રવિ ચાવડા, કુલદીપ જીજવાડીયા, ક્રિષ્ના જારીયા અને ઉષા બાબરિયા રોકાયેલ હતા






Latest News