મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝઘડો થતાં પત્ની વતનમાં જતી રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબીમાં ઝઘડો થતાં પત્ની વતનમાં જતી રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પતિ પત્ની વચ્ચે કંકાસ થતો હતો જેથી કરીને પત્ની વતનમાં જતી રહી હતી જેથી ઘરની અંદર યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજતા તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં રહેતા વિરેન્દ્રકુમાર ચંદ્રકિરણભાઈ (32) નામના યુવાને પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને રવિન્દ્રભાઈ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે જેથી કરીને તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પતિ પત્ની વચ્ચે કંકાસ થતો હતો અને યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી તેની પત્ની વતનમાં જતી રહી છે અને હાલમાં યુવાને ઘરમાં આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ચાર બોટલ દારૂ

મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીરામીક કારખાના સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ રાજેશભાઈ શિશાંગિયા (34) રહે. માર્કો વિલેજ ઘુટુ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો દેવેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ વાણંદ રહે. હરિઓમ પાર્ક હોટલ વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને દેવેન્દ્રભાઈ વાણંદને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News