વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં કારના સર્વિસ સ્ટેશનમાં અને ગીડજ ગામે વાડિએ વીજ શોર્ટ લગતા બે યુવાનના મોત


SHARE







મોરબીમાં કારના સર્વિસ સ્ટેશનમાં અને ગીડજ ગામે વાડિએ વીજ શોર્ટ લગતા બે યુવાનના મોત

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ કારના સર્વિસ સેન્ટરમાં તેમજ મોરબી તાલુકાના ગીડજ ગામે વાડીમાં જુદી જુદી બે ઘટનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે બે યુવાનોના મોત નીપજ્યા હતા જે બંનેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે સર્વિસ સેન્ટરમાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રેમજીભાઈ ગુગડીયા (28) નામના યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે મોરબી તાલુકાના ગીડજ ગામે દયારામભાઈની વાડીએ અજયભાઈ વિનુભાઈ જોગરાજીયા (24) રહે. ગીડજ વાળાને કોઈ પણ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News