મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલા વૃદ્ધાનું ટૂંકી સારવારમાં મોત


SHARE













મોરબીના જેતપર ગામે ઘરમાં ઝેરી દવા પી ગયેલા વૃદ્ધાનું ટૂંકી સારવારમાં મોત

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વૃદ્ધાએ પોતે પોતાના ઘરે હતા ત્યારે જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જોકે ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રતનબેન લાભુભાઈ અઘારા (62) નામના વૃદ્ધાએ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને વૃદ્ધાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર તપાસ ચલાવી રહ્યા છે.






Latest News