વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી સહીત સર્વત્ર તા. 23 ના રોજ ગૌપૂજન થશે


SHARE







મોરબી સહીત સર્વત્ર તા. 23 ના રોજ ગૌપૂજન થશે

સનાતન વૈદિક ધર્મમાં  ધાર્મિક તહેવારોમાં બોળ ચોથ, ગાય પૂજનના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે.મોરબીના વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેના જણાવ્યા અનુસાર ગાય પૂજન તા.23 ને શુક્રવારે સવારે 10.40 સુધીમાં પૂજન કરી શકાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાયને માત્ર ધાર્મિક દ્રષ્ટિથી ન જોતા તેમને આર્થિક દર્ષ્ટીથી પણ જોવી પડશે.ગાયો માત્ર દાન ના પૈસાથી નહિ બચે.લોકોએ વધુને વધુ ગાયના ઘી, માખણ, દૂધ દહીંનો ઉપયોગ કરતા થાય અને આ રીતે ગાયની ઉપયોગીતા વધે.ગાયનું દૂધ પીવાથી બાળકોની બુદ્ધિ સતેજ બને છે.આરોગ્યની દ્રષ્ટિએ પાચન માટે પણ હિતકારી છે.વિજ્ઞાને પણ સ્વીકાર્યું કે ગાયનું દૂધ સર્વ શ્રેષ્ઠ છે.ગાય અને ગૌવંશનું સંરક્ષણ અને સંવર્ધન થાયએ ખાસ જરૂરી છે.गावो विश्वश्य मातर:l એ અનુસાર ગાયએ આપણા સૌની માતા છે.ગાયના આધારે જ મનુષ્યનું જીવન ચાલે છે.ભગવાન શ્રી કૃષ્ણના  ગીતાજીના ઉપદેશ અનુસાર घेनू नाम अस्मी काम धुक: એટલે કે પશુઓમાં હું કામધેનુ ગાય છું. આમ ધાર્મિક, આર્થિક, આરોગ્ય અને વૈજ્ઞાનિક દર્ષ્ટીએ ગાયનું ખૂબ મહત્વ રહેલું છે.તેમ શાસ્ત્રીજી  કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે (ભાગવતાચાર્ય ,જયોતિષાચાર્ય ) મો.8000911444




Latest News