મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના રોકડા 20 હજારની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ
મોરબી પાલિકાના સફાઈ કર્મીઓની સુરક્ષા માટે જરૂરી સાધન-સામગ્રી આપવા ચીફ ઓફિસરને રજૂઆત
SHARE









મોરબી પાલિકાના સફાઈ કર્મીઓની સુરક્ષા માટે જરૂરી સાધન-સામગ્રી આપવા ચીફ ઓફિસરને રજૂઆત
મોરબી પાલિકામાં કામ કરતાં સફાઈ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી સાધન સામગ્રી આપવામાં આવતી નથી જેથી કરીને મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સેફ્ટી માટેના જરૂરી સાધન-સામગ્રી આપવા તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, પાલિકા વિસ્તારમાં સફાઈની કામગીરી સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ અને બહેનો દિવસ-રાત સફાઈ કામદાર તરીકે સફાઈની કામગીરી કરે છે. તેઓની સલામતી અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેઓને હાથના મોજા અને પગ માટે બુટ આપવા જોઈએ તેમજ વોર્ડ નં. 1 થી 13ના આગેવાનો સાથે મીટીંગ કરીને સફાઈ કામદારો સાથે યોગ્ય વર્તન કરીને પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ અને મોરબી પાલિકાની અંદર આવેલ બિલ્ડિંગ ઉપરનું બોર્ડ વૃક્ષોને કારણે દેખાતું ન હોય બોર્ડ દેખાય તે રીતે લગાવવું જોઈએ તેવી રજૂઆત કરેલ છે અને પાલિકા કચેરીમાં આવેલ ડો. બાબાસાહેબ આંબોડકરના સ્ટેચ્યૂની સમયાંતરે સફાઈ જળવાઈ રહે તે મુજબની કાર્યવાહી કરવા લાગણી વ્યક્ત કરેલ છે.
