હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૩૦ શાળામાં ગુરુ વંદન અને છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લાની ૩૦ શાળામાં ગુરુ વંદન અને છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો

મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ગુરૂવંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની 30 શાળામાં ગુરુ વંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં  ૩૦ શાળાઓના ૭૧૯૮ વિદ્યાર્થીઓએ તથા ૩૫૬ શિક્ષકોએ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ૩૦ શાળાના ધો. થી ૧૨ ના કુલ ૨૪૬ વિદ્યાર્થીઓ તથા૨૫૩ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, સચિવ હિંમતભાઈ મારવાણીયા,  GVCA સંયોજક દિનેશભાઈ હુંબલ, GVCA સહ સંયોજક હરદેવભાઈ ડાંગર તથા અન્ય સભ્યો સહિત ૪૦ સદસ્યો જોડાયા હતા.






Latest News