મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

એક પેડ માં કે નામ: મોરબીમાં ડીડીઓની હાજરીમાં પેટ્રોલપંપ એસો. દ્વારા વૃક્ષારોપણ


SHARE





એક પેડ માં કે નામ: મોરબીમાં ડીડીઓની હાજરીમાં પેટ્રોલપંપ એસો. દ્વારા વૃક્ષારોપણ

હાલના સમયમાં ગ્લોબલ વોર્મીગ થતુ અટકાવવા માટે વૃક્ષારોપણના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલું "એક પેડ મા કે નામ" અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડીડીઓ જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા.૨૩ ના રોજ પેટ્રોલપંપ એસો.ના પ્રમુખને સાથે રાખી પેટ્રોલપંપ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તુલસી પેટ્રોલીયમ મકનસર તથા તીરૂપતી પેટ્રોલીયમ જાંબુડીયા ખાતે ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, પેટ્રોલપંપ એસો.ના પ્રમુખ વિનોદભાઇ ડાભી તથા પેટ્રોલપંપ એસો.ના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં પેટ્રોલપંપ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક પેટ્રોલપંપની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીશુ અને વૃક્ષ વાવો મહા અભિયાનને આગળ વધારીશુ.




Latest News