એક પેડ મા કે નામ: મોરબીના અમરનગર ગામ પાસે વૃક્ષારોપણનું આયોજન
મોરબી સિવિલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનારા રીઢો બાઇક ચોર પકડાયો
SHARE







મોરબી સિવિલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનારા રીઢો બાઇક ચોર પકડાયો
મોરબીમાં આવેલ સરકારી હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલા બાઇકની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મોરબીના આલાપ રોડ ઉપરથી ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના રોડ ઉપર સિલ્વર સોસાયટીની બાજુમાં રહેતા હરેશભાઈ દેવકરણભાઈ ઝિંઝવાડીયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીની સરકારી હોસ્પિટલના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 ઇબી 6428 કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા અજાણ્યા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી દરમિયાન મોરબીના આલાપ રોડ પરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસે રહેલા બાઈકના કાગળ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરવામાં આવતા તે બાઈક ચોરી કરીને મેળવ્યૂ હોવાનું સામે આવ્યું હતું જેથી તેની આગવી ડબે પૂછપરછ કરવામાં આવતા નારણભાઈ અમરશીભાઈ પરમાર રહે. શોભેશ્વર રોડ મફતિયા પરા મોરબી વાળાએ મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી તેની ધરપકડ કરીને પોલીસે ચોરાઉ બાઇક કબજે કર્યું હતું અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે વર્ષ 2022 માં બે અને વર્ષ 2023 માં એક આમ કુલ મળીને ત્રણ વાહન ચોરીના ગુનામાં અગાઉ આ આરોપી ઝડપાયો હતો.
