મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો


SHARE













એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો

રાજકોટથી ધાંગધ્રા જતા પેસેન્જરો માટે છેલ્લા 25 વર્ષથી બસ ચાલી રહી હતી તે બસ બંધ થતા બીજો કોઈ વિકલ્પ આપવામાં આવેલ નથી જેથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. આ બસને મુસાફરો પાસેથી મળી રહેલ માહિતી મુજબ રાજકોટ થી ધાંગધ્રા જે છેલ્લી લોકલ બસ જતી હતી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને જેથી પેસેન્જરોને અવારનવાર બસ સ્ટેશન પર કલાકો સુધી રાતે બેસી રહેવું પડે છે.

આ બસમાં કેન્સર પીડીત, અન્ય બીમાર દર્દી, મુસાફરો, વેપારીઓ સહિતના મુસાફરી કરતાં હતા જો કે, ધાંગધ્રા વાળી બસ રાજકોટથી ધાંગધ્રા તરફ જતી છેલ્લી બસ છે. જેનો ઘણા લોકોને લાભ મળતો હતો જો કે, આ બસ બંધ થવા પાછળનું કારણ જાણી શક્યા નથી. અને રાજકોટ ધાંગધ્રા વાળી બસ હંમેશા પેસેન્જર ફૂલ હોય છે તો પછી કેમ બંધ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા વર્ષોના આ બસના હિસાબને ચેક કરવામાં આવે તો જાણી શકાય કે આ બસનો કેટલા મુસાફરોને લાભ મળી રહ્યો હતો. હાલમાં આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવેલ ?, માણસોને હેરાન શા માટે કરવામાં આવે છે ? તેવા અનેક સવાલ છે ત્યારે લોકોની સુવિધા માટે જૂના રુટ મુજબ બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  






Latest News