મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતી યુવતી ઝેરી દવા પી જતાં સારવારમાં મોત


SHARE













ટંકારામાં સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતી યુવતી ઝેરી દવા પી જતાં સારવારમાં મોત

ટંકારામાં સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા યુવતીનું મોત નીપજયું છે જે બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતા ઇમરાનભાઈ બાબભાઈ કાસમાણીની 23 વર્ષની દીકરી નજેમાબેનએ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઇ આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ટંકારા તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે અને યુવતીએ કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે

 ટ્રક અને બાઈકનો અકસ્માત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો રાજેન્દ્રભાઈ દેવજીભાઈ નારણીયા (36) નામનો યુવાન બાઇક લઈને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે




Latest News