હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ


SHARE













મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશ સેવાભાવી લોકો અને સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે એ રીતે જ મોરબીની સંસ્કાર ભારતી અને જય અંબે ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું.

મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકો પૈકી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલ અને જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ન થાય ત્યાં સુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરવામાં આવેલ છે.

તેમજ સેવા ભારતી મોરબી(રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત)દ્વારા વરસાદી આફત સામે પિડીત પરિવારો માટે અંદાજે ૨૦૦૦ ફૂડ પેકેટ પંચમુખી હનુમાન મંદિર મોરબી-૨ મુકામે તૈયાર કરવામાં આવ્યા હતા.આ સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા હતા.જરૂરિયાત મુજબ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.વધુ જાણકારી માટે જસ્મીનભાઈ હિંસુ (મો..૯૮૨૫૩ ૨૩૩૩૨) નો સંપર્ક કરી શકાય






Latest News