હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ
Breaking news
Morbi Today

મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે


SHARE

















મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે

મોરબી જિલ્લાના ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે.જે ત્રણેય માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી નિમિતે મિનિ વેકેશન જાહેર કરીને તમામ કામ બંધ કરવામાં આવ્યું હતુ અને તા.30 થી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.જે હાલના માહોલના પગલે બંધ રાખવામાં આવે છે અને આગામી તા.2 ને સોમવારથી રાબેતા મુજબ ધમધમશે તેમ જાણવા મળેલ છે.

એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તા.24 થી 29 ઓગસ્ટ સુધી મોરબી જીલ્લામાં આવેલા મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તા.30 થી યાર્ડમાં હરાજી સહિતનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું યાર્ડના સતાધીશોએ જાહેર કર્યું હતું.જોકે હાલમાં વરસાદી માહોલના પગલે અને આગાહીના પગલે ખેડુતોની ઝણસ બગડે નહીં અને રસ્તાઓ ખરાબ હોય મુશ્કેલી સર્જાય નહીં તે હેતુથી મોરબી માર્કેટિંગ યાર્ડ તરફથી નિર્ણય જાહેર કરાયો છે કે યાર્ડ હવે તા. 2 ને સોમવારથી શરૂ થશે.જોકે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા તહેવાર નિમિત્તે રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવી હતી અને હવે તા.2 ને સોમવારના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ શરૂ થશે.તે રીતે જ વાંકાનેર યાર્ડમાં પણ તા.29 સુધી રજા જાહેર કરવામાં આવી હતી.પરંતુ હાલ વરસાદી માહોલ અને વરસાદની આગાહીના પગલે વાંકાનેર યાર્ડના સત્તાધીશો દ્વારા શનિવાર સુધી રજા જાહેર કરી દેવાઈ છે અને વાંકાનેર યાર્ડ પણ હવે તા. 2 ને સોમવારના રાબેતા મુજબ શરૂ થશે તેમ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

 




Latest News