બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચાલક યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ હમીરસર તળાવ અને દાદા-દાદી પાર્ક ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મારૂ યોગદાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં અનુમતિ અપાઈ મોરબીમાં 1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલ સૂરજબાગનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે કરાયું લોકાર્પણ
Breaking news
Morbi Today

હળવદમાં રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચલાવીને અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો


SHARE









હળવદમાં રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચલાવીને અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો

હળવદમાં ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ હીરોના શોરૂમની સામે રોડ ઉપર રોંગ સાઈડમાં ટ્રેક્ટર ટેન્કર લઈને આવેલ વાહન ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને ત્યારે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા જયેશભાઈ હમીરભાઇ ધારીયા પરમાર (34)એ હાલમાં ટ્રેક્ટર ટેન્કર નંબર જીજે 36 જી 0335 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા હમીરભાઈ પ્રભુભાઈ ધારિયા પરમાર (60) પોતાનું બાઈક નંબર જીજે 13 આર 6856 લઈને ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ હીરોના શોરૂમ પાસેથી પસાર થયા હતા ત્યારે રોંગ સાઈડમાં ટ્રેક્ટર ચાલકે પોતાનું વાહન લઈને આવ્યો હતો અને તેને ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા ફરિયાદીના પિતાને માથાના ભાગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટ્રેક્ટરના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News