મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડેપગે


SHARE













વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડેપગે

વાંકાનેરમાં વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળોએ મશીન મુકાવી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. વાંકાનેરના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાતા હાલ લગભગ અનેક વિસ્તારોમાં પાણી નિકાલ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જે વિસ્તારોમાં બાકી છે ત્યાં હાલ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદ ઉપરાંત મચ્છુ-૧ ઓવરફ્લો થતાં તેનું પાણી નદીમાં આવતા વાંકાનેર શહેરી તેમજ ગ્રામ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદ બંધ થતાં જ તાત્કાલિક ધોરણે વાંકાનેર નગરપાલિકા તથા તાલુકા વહીવટી તંત્રના સંકલનથી પાણીનો નિકાલ કરવાની કામગીરી માટે ટીમની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી




Latest News