મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

“સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ”: મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન


SHARE









“સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ”: મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

વર્તમાન સમયમાં મોંઘવારી વધી રહી છે ત્યારે સામાન્ય પરિવારના લોકોના ઘરના બજેટ વિખાઈ ગયા છે જેથી મોંઘવારીને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ મોરબીમાં શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે “સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ” જેવા સૂત્રોચ્ચાર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજનની આગેવાની હેઠળ બુધવારે મોરબીમાં મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે મોરબીમાં શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધીની રેલી યોજવામાં આવી હતી ત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસની સરકાર હતી ત્યારે 300થી 400 રૂપિયામાં ઘરના રાંધણ ગેસના બાટલા મળતા હતા જે આજની તારીખે 900 રૂપિયાને પાર થઈ ગયા છે અને આ ઉપરાંત ઘર વખરીની તથા જીવન જરૂરિયાતથી દરેક વસ્તુઓમાં વધારો કરવામાં આવેલ છે. જેથી સામાન્ય લોકોના ઘરના બજેટ વીખાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના આગેવાનોએ “સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખએ જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસની કેન્દ્રમાં સત્તા હતી ત્યારે ભાજપના સ્મૃતિ ઈરાની સહિતના મહિલા આગેવાનો ગેસના બાટલા લઈને વિરોધ કરતા હતા પરંતુ આજે 900 રૂપિયા જેવો ભાવ એક ગેસના બટલાનો થઈ ગયો છે છતાં પણ ભાજપ દ્વારા મોંઘવારીને લઈને કશું બોલવામાં આવતું નથી અને સામાન્ય લોકોને પોતાના ઘર ચલાવવા પણ મુશ્કેલ બની ગયા છે જેથી સરકાર દ્વારા મોંઘવારીને ઘટાડવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ તકે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓ હાજર રહી હતી.




Latest News