મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બાઇક સાથે બાઇક અથડાતાં યુવાનને બ્રેન હેમરેજ


SHARE







મોરબીના જાંબુડીયા પાસે બાઇક સાથે બાઇક અથડાતાં યુવાનને બ્રેન હેમરેજ

મોરબીમાં જાંબુડીયા ગામ નજીક આવેલ હ્યુન્ડાઇના શોરૂમની સામે સર્વિસ રોડ ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઇક ચાલકે તેના બાઈક સાથે બાઇક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને બ્રેન હેમરેજ અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીથી રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનોના કૌટુંબિક ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા શૈલેષગર અરજણગર રામદતી (31)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક નંબર જીજે 36 એએન 5859 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની નવલખી ચોકડી પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણગર પ્રેમગર મેઘનાથી પોતાનું બાઈક નંબર જીજે 10 ડીએફ 9401 લઈને જાંબુડીયા ગામ પાસે આવેલ જ્હ્યુન્ડાઇના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આરોપી તેનું બાઈક લઈને આવતો હતો અને તેણે પ્રવીણગરના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રવીણભાઈને બ્રેન હેમરેજ અને શરીરે ઇજાઓ થયેલ છે જેથી ઇજા પામેલા પ્રવીણગરને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રીક્ષામાંથી પડી જતા સારવારમાં 

મોરબીના અણીયારી-જેતપર હાઇવે ઉપર રિક્ષામાંથી પડી જતા કરીમભાઈ સિદ્દીકભાઈ કટિયા (૨૭) રહે.માળીયા મિંયાણા દરગાહ પાસે ને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે બોની પાર્ક વિસ્તારમાં રાધે રેસીડેન્સીમાં રહેતા કાજલબેન જતીનભાઇ જગદીશભાઇ જોશી નામના ૪૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર વધુ પડતી બીપીને લગતી દવા પી ગયા હોય તેમને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના રામચોકના ઢાળિયા પાસે બાઇક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવતા જીવણભાઈ મેપાભાઇ રબારી (૭૦) રહે.કાલિકા પ્લોટને પણ અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નાની વાવડી ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ પડસુંબીયા (૪૭) નામના યુવાનને નાની કેનાલ રોડ તુલસી ગ્રીન એપાર્ટમેન્ટ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હોય સિવિલે સારવાર માટે ખસેડાયા હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.






Latest News