મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા બંને પક્ષના લોકો વચ્ચે છરી, કુહાડી, ધોકા અને પાઇપથી મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE









હળવદના કડીયાણા ગામે માથક ચોકડી પાસે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા બંને પક્ષના લોકો વચ્ચે છરી, કુહાડી, ધોકા અને પાઇપથી મારામારી: હવે સામસામી ફરિયાદ

હળવદના કડીયાણા ગામે રહેતા યુવાનને અગાઉ ઝઘડો થયો હતો તેનું સમાધાન કરવા માટે થઈને બંને પક્ષના લોકો કડીયાણાની માથક ચોકડી પાસે ભેગા થયા હતા ત્યારે બોલાચાલી અને મારામારી થયેલ હતી જેમાં એક પક્ષેથી છરી, તલવાર અને કુહાડી વડે હુમલો કરવામાં આવેલ હતી જયારે બીજા પક્ષેથી લોખંડના પાઇપ અને ધોકા વડે મારા મારી કરવામાં આવી હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ છે.

હળવદના કડીયાણા ગામે દેવીપુજક વાસમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (47)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાદેવભાઇ કાળુભાઈ કોળી, સામતભાઈ મહાદેવભાઇ કોળી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદોને આરોપીઓ સાથે અગાઉ થયેલ ઝઘડો થયો હતો તેનું સમાધાન કરવા માટે થઈને કડીયાણાની માથક ચોકડી પાસે બોલાવેલ હતા અને આરોપીઓ ત્યાં ફોરવીલ ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા તલવાર,  છરી અને કુહાડી જેવા હથિયાર લઈને ફરિયાદીને પેટના ભાગે તથા ડાબા હાથમાં છરી મારીને ગંભીર ઇજા કરી હતી તથા ફરીયાદીના દીકરા સાહેદ નવઘણભાઈને છાતી તથા પેટના ભાગે છરી, કુહાડી અને તલવાર વડે મારમારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા મહાદેવભાઇ કાળુભાઈ દેત્રોજા (40)એ નવઘણભાઈ કાળુભાઈ દેવીપુજક અને વિક્રમભાઈ રહે. બંને કડીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા નવઘણભાઈને અગાઉ બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને નવઘણભાઈએ સાહેદ સામતને ફોનમાં ગાળો આપી હતી જેથી ફરિયાદીએ આરોપીને વાતચીત કરવા માટે કડિયાણાની માથક ચોકડી પાસે બોલાવ્યા હતા ત્યાં વાતચીત કરતા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદીને નવઘણભાઈએ લોખંડના પાઇપથી જમણા હાથમાં ઇજા કરી હતી તેમજ આરોપી વિક્રમભાઈએ ફરિયાદી તથા સાહેદને લાકડાના ધોકા વડે આડેધડ મારમાર્યો હતો. જેથી ફરિયાદીને માથામાં અને જમણા હાથમાં ઇજાઓ થયેલ છે તેમજ સાહેદ સામંતભાઈને કાન પાસે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 




Latest News