મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE









વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરની ભાટીય સોસાયટીમાં રહેતા યુવાનને સાત આઠ મહિના પહેલા વાહનની લે વેચના પૈસા બાબતે બાબતે મારામારી થઈ હતી જે બાબતને લઈને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મંદિર પાસે રહેતા સંજયભાઈ રાણાભાઇ ખાંડેખાં (32)એ  હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા, શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓને આરોપી સાથે અગાઉ સાત-આઠ મહિના પહેલા વાહન લે વેચના પૈસા બાબતે મારા મારી થઈ હતી જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ સ્વિફ્ટ અને બલેનો ગાડીમાં આવ્યા હતા અને સાહેદ હરેશભાઈને હરપાલસિંહ ઝાલાએ છરી મારીને ઇજા કરી હતી જ્યારે શિવરાજસિંહ ઝાલાએ સ્વીફ્ટ ગાડી મારી નાખવાના ઇરાદે ચલાવીને સાહેદને હડફેટ લઈને નાની મોટી ઇજાઓ કરી હતી જો કે, બાકીના આરોપીઓએ ફરિયાદી સહિતના સાહેદોને ગાળો આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જયારે સામાપક્ષેથી વઘાસિય ગામે રહેતા શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (30)એ હાલમાં સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા, બળદેવભાઈ રાણાભાઇ ખાંડેખા, હરેશભાઈ રાણાભાઇ ખાંડેખા, અંકુર રાજગોર, શિવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત ખેંગારભાઈ રાજગોર અને રમેશભાઈ ધીરુભાઈ રાજગોર રહે. તમામ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સાહેદ હરપાલસિંહને આરોપી સંજયભાઈ ખાંડેખા સાથે સાત-આઠ મહિના પહેલા વાહનની લે વેચ ના પૈસા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવનો ખાર રાખીને ફરિયાદીની સ્વિફ્ટ  કારના આગળ અને પાછળના કાચમાં ધોકા અને પાઇપ મારીને ગાળો આપી હતી અને વાહનમાં નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News