મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 5000 લિટર આથો, 150 લિટર દેશી દારૂ સહિત 1.59 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ


SHARE









મોરબીના લીલાપર ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 5000 લિટર આથો, 150 લિટર દેશી દારૂ સહિત 1.59 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ

મોરબીના લીલાપર ગામની સીમમાં ગધા ડેમની પાળ પાસે ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 150 લિટર દેશી દારૂ અને 5000 લિટર આથો મળી આવેલ હતો જેથી પોલીસે દેશી દારૂ સહિત કુલ મળીને ₹1,59,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની લીલાપર ચોકડી પાસે ગામની સીમમાં મનોજભાઈ કુંભારીયાના ખેતરની સામે ગધા ડેમ પાસે ખરાબાની જગ્યામાં નવઘણ દેગામાની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કુલ મળીને 5,000 લિટર આથો, 150 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે 1,59,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવઘણ જેઠાભાઈ દેગામા રહે. લીલાપર મોરબી વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ અકસ્માત

હળવદ તાલુકાના નવા ધનાળા ગામે ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતાં પરસોતમભાઈ દુદાભાઈ વાછાણી નામના ૫૫ વર્ષના આધેડને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા નાથાભાઈ આલાભાઇ સોલંકી નામના ૫૫ વર્ષના આધેડ ગામના રાધાકૃષ્ણ મંદિર પાસેથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા વાહનમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

સાપ કરડી જતા સારવારમાં

વાંકાનેરના પંચાસીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા લાલજીભાઈ સોમાભાઈ મકવાણા નામના ૩૯ વર્ષના યુવાનને કામ દરમિયાન સફેદ કલરનો સાપ કરડી ગયો હોય તેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદ ખાતે રહેતા રોહિતભાઈ અરૂણસિંગ પારગી નામના ૨૧ વર્ષના યુવાનને ટ્રક લઈને જતા સમયે વાંકાનેરના સિંધાવદર પાસે અન્ય ટ્રકની સાથે અકસ્માત બનાવ બન્યો હતો જેથી ઇજા થયેલી હોય મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અત્રે પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.




Latest News